૧.હમ બી રાણી તુમ બી રાણી કોણ ભરે પાણી ?
-બધાં શેઠ થાય તો કામ કોણ કરે ?
૨.હંસ ગયા ને બગલા રહ્યા .
- અસલ વસ્તુ જતી રહી ને નકલી વસ્તુ કાયમ રહી
૩.સૌ ગયા સગેવગે વહુ રહ્યા ઉભે પગે .
- બધાંય આનંદ -પ્રમોદમાં ભળે ને વહુ ને જ કામધંધો ફૂટવો પડે.
૪. સાંભળીએ સૌનું ને કરીએ મનનું .
-બધાંનીવાત સાંભળવી પણ આપણા મનને ઠીક લાગે તે જ કરવું .
૫.સહિયારું સાસુ ને ઉકરડે મોકાણ.
-જે સહિયારું છે તેની દેખ સંભાળ કોઈ રાખતું નથી .
૬ .વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો .
-જેણે લીધે પોતે કામ કરી રહ્યો છે તેનું હિત વિચાર્યા વિના માત્ર પોતાનો લાભ થાય એ રીતે કામ કરવું .
૭. લાકડી આગળ બકરી નાચે .
-ધમકી આપવાથી જ સીધું ઉતરે.
૮. રાજાને ગમી રાણી છાણા વિણતી આણી.
-જેની સાથે મન માન્યું તેની જાત જોયા વિંનાલગ્ન કરવું.
૯. રસ્તાની બોરડી સૌ કોઈ ઝૂડે .
-ધણીધોરી વિનાનું હોય તેને સૌ કોઈ લુટે ,તેને સૌ કોઈ હેરાન કરે .
૧૦. મોટાનાં પરણે રીતે ને ગરીબ ના પરણે ગીતે .
-મોટાં માણસો ધનસંપત્તિ થી લગ્ન- વિવાહ ઉજવે ,જયારે ગરીબ લોકો લગ્ન પ્રસંગે ગીતો ગાઈ
આનંદ માણે છે.
૧૧. મીઠા ઝાડ ના મૂળ ન કઢાય .
-કોઈની ભલમનસાઈ કે ઉદારતાનો ગેરલાભ નલેવાય .
૧૨. માંડવો બાંધવા સૌ કોઈ આવે ,છોડવા કોઈ ન આવે.
-કાર્ય ના આરંભમાં ઘણાં હાજરી આપે , વિસર્જન વેળાએ કોઈ હાજર ન રહે .
૧૩. માંખ શોધે ચાંદુ ને વૈદ શોધે માંદુ .
-સૌ પોતાનો લાભ જુએ .
૧૪. મર કહેવાથી કોઈ મરતું નથી .
-કોઈના કાંઈ કહેવા માત્રથી કાંઈ બનતું નથી.
૧૫. મફત કા ચંદન ઘસ બે લાલજી .
-પારકે પૈસે આનંદ કરવો .
૧૬. ભાભા મારા રળી આવ્યા ,સો ના સાઠ કરી આવ્યા .
-રળવા ગયા ને ખોટ નો ધંધો કરી આવ્યા .
૧૭.પાસે ન મળે કોડી ને ઉભી બજાર દોડી .
-ધનવાન હોવાના અબરખા કરવા .
૧૮ .ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો .
-બધાં બધી વસ્તુ ન ખાય ,એકાદ તો છોડે જ .
No comments:
Post a Comment